Wednesday - May 06, 2026

મોરબીમાં વૃક્ષ સાથે દોરી બાંધી યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં વૃક્ષ સાથે દોરી બાંધી યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી : મોરબીના લાગધીરપુર રોડ ઉપર આવેલ મોનલ કારખાના તરફ જવાના કાચા રસ્તે બાવળના ઝાડ સાથે દોરી બાંધી વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા રાહુલ અશોકભાઈ વિકાણી ઉ.18 નામના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.