મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ સનફોલ સિરામિક ફેકટરીના પાછળના ભાગે વિશ્રામસિંગ અલીસિંગ ઠાકોર ઉ.વ.35 રહે.ઈંગ્લીશ સિરામિક, બેલા ગામની સીમ નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેનું મોત નિપજતા હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.