માળિયા નજીક આવેલા રેલવે બ્રિજ પાસે આવેલી નદીમાં ડૂબી જતાં યુવાનનું કરુણ મોત થયાનું સામે આવ્યું છે. જેમાં માળિયા તાલુકાના ધરમનગર (નવાગામ) ગામનો 19 વર્ષીય જયેશભાઈ પ્રકાશભાઈ ધામેચા નામનો યુવાન ગઈકાલે તા.10 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કોઈ કારણોસર તે નદીમાં પડી જતા ડૂબી ગયાની જાણ થતાં મોરબી ફાયર વિભાગની ટીમે ગઈકાલથી શોધખોળ કરતા આજે આ યુવાનનો મૃતદેહ મળી આવતા તેના પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો છે.