Tuesday - May 05, 2026

મોરબીના ઉંચી માંડલ પાસે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના ઉંચી માંડલ પાસે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના ઉંચી માંડલ પાસે તળાવમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત નીપજ્યું છે. હાલ તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને પોલીસે તપાસ  હાથ ધરી છે.

મોરબીના ઉંચી માંડલ અને નીચી માંડલ વચ્ચે આવેલા સિમ્પેરા સિરામિકની નજીકના એક તળાવમાં ગઈકાલે સાંજના અરસામાં યુવાન ડૂબી ગયો હોવાની જાણ  થતા મોરબી ફાયર વિભાગની ટિમ તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે શોધખોળ કરતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાનનું નામ રાજાબાબુ હોવાનું અને તે રાજસ્થાનના ચીંચરોલી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.