Saturday - May 16, 2026

મોરબીમાં વૃદ્ધાશ્રમના વડીલોને પ્રેમપૂર્વક ભોજન કરાવી યુવકે જન્મદિવસને યાદગાર રીતે ઉજવ્યો

મોરબીમાં વૃદ્ધાશ્રમના વડીલોને પ્રેમપૂર્વક ભોજન કરાવી યુવકે જન્મદિવસને યાદગાર રીતે ઉજવ્યો

મોરબી : જેના જીવનને બહેતર બનાવવા પોતાની જાત ઘસી નાખી હોય એ ઈશ્વર સમાન માવતરને ઘડપણની ટેકણ લાકડી બનાવને બદલે અમુક સંતાનો એમને બોજારૂપ માનીને જીવનની ઢળતી સંધ્યાએ વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા અચકાતા ન હોય તેથી આ વૃદ્ધાશ્રમના વડીલોની મનોદશા વિશે વિચારીને ભારે સંવેદના દર્શાવી મોરબીના સેવાભાવી યુવાન શિવાંગભાઈ નાનકે આજે પોતાના જન્મદિવસની મોજ મસ્તીથી ઉજવણી કરવાને બદલે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પ્રેમપૂર્વક ભોજન કરાવી પોતાના જન્મદિવસને યાદગાર રીતે ઉજવ્યો હતો.

મોરબીમાં વૃદ્ધાશ્રમના વડીલોને પ્રેમપૂર્વક ભોજન કરાવી યુવકે જન્મદિવસને યાદગાર રીતે ઉજવ્યો

મોરબી જિલ્લા સ્વદેશી જાગરણ મંચ સ્વાવલંબી ભારત અભિયાનના પૂર્વ સહ સંયોજક, પૂર્વમાં ABVP અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં મોરબી માળીયા હળવદ ભાગ સંયોજક, મોરબી નગર મંત્રી, સહ મંત્રી, સહ કેમ્પસ પ્રમુખ જેવી વિવિધ જવાબદારીઓ નિભાવી હાલમાં  LLB માં અભ્યાસ કરતા શિવાંગભાઈ નાનકનો  આજે જન્મદિવસ હોય ત્યારે પોતાના જન્મદિવસની તેઓએ વૃદ્ધાશ્રમના વડીલો સાથે પ્રેરણાદાયી રીતે ઉજવણી કરી હતી. જેમાં શિવાંગભાઈ નાનકે પોતાની હાથે જ અહીંના વૃદ્ધાશ્રમના વૃદ્ધોને એક પુત્રની જેમ ભોજન કરાવીને ધન્યતા અનુભવી હતી. ખુદના સંતાનોએ પ્રેમ કે હૂંફ આપવાને બદલે તરછોડી દીધા હોય ત્યારે અજાણ્યા યુવાને પુત્ર કરતા પણ વિશે આત્મીયતા જેવી લાગણી વ્યક્ત કરતા વૃદ્ધાશ્રમના વડીલો આ ક્ષણે ભાવુક થઈ ગયા હતા.