Saturday - May 16, 2026

મોરબીમાં 5 ટીબીના દર્દીઓને સ્વસ્થ કરી ફરી ચહેરા પર "મુસ્કાન" લાવવાનો સંકલ્પ

મોરબીમાં 5 ટીબીના દર્દીઓને સ્વસ્થ કરી ફરી ચહેરા પર

મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ 5 દર્દીઓને સ્વસ્થ કરવા દત્તક લીધા

મોરબી : 24 માર્ચ, 2026ના રોજ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સતત ચોથા વર્ષે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. વિશ્વ ટીબી દિવસ નિમિત્તે આ સંસ્થાએ આ વર્ષે પણ 5 ટીબી દર્દીઓને એક વર્ષ માટે દત્તક લઈને તેમને પૌષ્ટિક આહાર કિટ આપવામાં આવી છે. જેથી તેઓ ઝડપથી સ્વસ્થ થઈને તેમના જીવનમાં ફરીથી સ્વસ્થતા અને ખુશીઓ આવી શકે.
 

મોરબીમાં 5 ટીબીના દર્દીઓને સ્વસ્થ કરી ફરી ચહેરા પર

ટીબીના દર્દીઓને દત્તક લેવાની પહેલનો મુખ્ય હેતુ ટીબી જેવી ગંભીર બીમારી સામે લડતા દર્દીઓને પોષણ અને સહકાર આપીને તેમની સારવારમાં મદદરૂપ થવાનો છે. આ કાર્યમાં ટીબી હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર પિયુષભાઈ જોશીનો યોગ્ય સહયોગ સાંપડ્યો છે. મોરબી જિલ્લામાં અંદાજે 850 જેટલા ટીબીના દર્દીઓ હોવાનું માનવામાં આવે છે. જે સમાજ માટે ચિંતાનો વિષય છે. જો કોઈપણ વ્યક્તિ આ સેવાકીય કાર્યમાં જોડાવા ઇચ્છે તો તેઓ મુસ્કાન વેલ્ફેર સોસાયટી સાથે જોડાઈને દર્દીઓની સેવા કરી શકે છે. આ તમામ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય અને સામાન્ય જીવન તરફ પરત તેવા પ્રયાસો કરવાનો સંકલ્પ કર્યો છે.