Saturday - May 16, 2026

ટંકારા ઓવરબ્રિજ ઉપરથી મહિલાએ કુદી મોત વ્હાલું કર્યું.

ટંકારા ઓવરબ્રિજ ઉપરથી મહિલાએ કુદી મોત વ્હાલું કર્યું.

ટંકારા:- મળતી માહિતી પ્રમાણે ટંકારાના દયાનંદ ઓવરબ્રિજ ઉપરથી એક મહિલાએ પડતું મૂકી આપઘાત કર્યો હતો. 
  ટંકારાના જબલપુર ગામના ભાવનાબેન હસમુખભાઈ કગથરા ઉંમર વર્ષ 52 અગમ્ય કારણોસર આજે વહેલી સવારે ઘરેથી નીકળી ટંકારા ખાતે સાતેક વાગ્યાના અરસામાં દયાનંદ ઓવરબ્રિજ ઉપરથી કૂદી આપઘાત કરી લીધો હતો.
જોકે અંગે કોઈ સુસાઇડ નોટ છે કે કેમ એ પોલીસ તપાસ હજુ સામે આવ્યું નથી આ અંગે ટંકારા પોલીસ પાસે માહિતી સુધા નથી. મોરબી પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી છે ભાવનબેનના પતિ હસમુખભાઈનું ગત વર્ષે દુઃખદ અવસાન થયું હતું. તેમને સંતાનમાં એક દીકરો છે જે ડોક્ટરનો અભ્યાસ અને પ્રેક્ટિસ કરે છે અને તે અપરણીત છે એક દીકરી છે જે ગામમાં સાસરે છે આ ઘટનાથી નાના એવા ગામમાં ભારે શોક વ્યાપી ગયો હતો.