Saturday - May 16, 2026

વાંકાનેરના રંગપર ગામે નર્મદાનું પુરતા પ્રમાણમાં પાણી ન આવવાથી ગ્રામજનો તરસ્યા

વાંકાનેરના રંગપર ગામે નર્મદાનું પુરતા પ્રમાણમાં પાણી ન આવવાથી ગ્રામજનો તરસ્યા

વાંકાનેરના રંગપર ગામે પાણીની ગંભીર સમસ્યા છે. જેમાં મેસરિયા સંપમાંથી નર્મદાનું પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતું નથી અને ગામમાં ત્રણ ચાર દિવસ પાણી આપવામાં આવે છે. જેથી ગ્રામજનો તરસ્યા રહી જાય છે અને ગામલોકોના પાણી માટે વલખા મારવા પડે છે. અન્ય ગામ કરતા વસ્તી થોડી ઓછી  હોવા છતાં પાણી અપુરતું આપવામાં આવે છે. તેથી બધા લોકોને પાણી પુરૂ પડતું નથી અને ગામલોકો માટે રોજેરોજ પાણીની હૈયા હોળી રહે છે.

વાંકાનેર તાલુકાના રંગપર ગામના સરપંચ ભરતભાઈ મકવાણાના કહેવા મુજબ તેમનું ગામ રાજાશાહી વખતનું હોય અને ગામની વસ્તી 950ની હોય આ વસ્તી ખેતી અને પશુપાલન ઉપર નભતા હોય સિયાઈની  સુવિધા હોય અને એક વખત એટલે શિયાળુ પાક માટે પાણી આપે છે. બાકીની બે  સીઝનનો  પાક કુવા અને બોર આધારિત છે.જો કે ગામમાં પશુપાલનનો વ્યવસાય હોવા છતાં પશુઓ માટે દવાખાનું કે લોકો માટે પણ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર નથી. આથી લોકોને બીમારીઓમાંથી સાજા થવા માટે 8 કિમી દુર મેસરિયા કે માહિકા ગામે જવું પડે છે. ગામમાં સુવિધાઓ જોઈએ તો ગામમાં 1થી 8 પ્રાથમિક શાળા, ગામની અંદરના 60 ટકા રોડ રસ્તા સારા, ભૂગર્ભ ગટર પણ 60 ટકા કંપ્લેટ છે. કચરા નિકાલ માટે વાહન આપ્યા ન હોય એટલે ગ્રામ પંચાયત દ્વારા એક જબરજસ્ત શેડ બનાવવામાં આવ્યો છે. તેમાં કચરો એકત્ર કરવામાં આવે છે અને આ ગામને જોડતા અન્ય ગામ સમઢીયાળા અને મેસરિયાના કાચા માર્ગ  હોય એને પાકા કરવાની માંગ કરી છે.