કારખાનું બંધ હોવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી
મોરબી : રાજકોટ-મોરબી રોડ પર ધ્રુવનગર આગળ બારનાલા પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે. એક ટ્રક ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી પોતાનો કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની નીચે ઉતરી ગયો હતો અને રસ્તાની બાજુમાં આવેલ એક બંધ કારખાનાની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈને અંદર ઘુસી ગયો હતો. અકસ્માતને કારણે કારખાનાની દીવાલને નુકસાન પહોંચ્યું હતું. સદભાગ્યે આ ગમખ્વાર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળેલ નથી. મોટી દુર્ઘટના ટળતા અને કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.