Friday - Jul 03, 2026

મોરબીની અણિયારી ચોકડી પાસે ટ્રેઇલર ડિવાઈડર ઉપર ચડી જતા પાછળથી કન્ટેનર રોડ પર ઉપર પડ્યું

મોરબીની અણિયારી ચોકડી પાસે ટ્રેઇલર ડિવાઈડર ઉપર ચડી જતા પાછળથી કન્ટેનર રોડ પર ઉપર પડ્યું

કન્ટેનર નીચે કોઈ આવી ગયું હોવાના ડરથી ટ્રેઇલર ચાલક ફરાર, પણ સદનસીબે જાનહાની ટળી

મોરબી : મોરબીની અણિયારી ચોકડી પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કન્ટેનર ટ્રેઇલરમાંથી ધડાકાભેર નીચે પડી ગયું હતું. આ અકસ્માતને પગલે થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો.

મોરબીની અણિયારી ચોકડી પાસે એક ટ્રેઇલર કન્ટેનર લોડ કરીને જતું હતું. ટ્રેઇલર ડિવાઈડર ઉપર ચડી જતા પાછળથી કન્ટેનર ધડાકાભેર રોડ ઉપર પડી ગયું હતું. ત્યારે આ કન્ટેનર નીચે કોઈ દબાઈ ગયું હશે તેવી બીકે ટ્રેલર ચાલક કન્ટેનર ત્યાં જ મૂકી ટ્રેલર લઈને નાસી છૂટ્યો હતો. જો કે સદનશીબે કન્ટેનર પડ્યું ત્યારે બાજુમાં કોઈ વાહન ન હોવાથી મોટી જાનહાની થતા સહેજમાં ટળી હતી.

મોરબીની અણિયારી ચોકડી પાસે ટ્રેઇલર ડિવાઈડર ઉપર ચડી જતા પાછળથી કન્ટેનર રોડ પર ઉપર પડ્યું