મોરબી : મોરબીના કંડલા બાયપાસ ઉપર દેવદૂત કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક વિનોદ માનસિંગભાઈ ડાંગીએ ટ્રક ટ્રેઇલર નંબર જીજે - 12 - બીઝેડ - 4910ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે બપોરના 12 વાગ્યાના અરસામાં ટ્રક ચાલકે ગફલતભરી રીતે આગળ પાછળ જોયા વગર પોતાનો ટ્રક ચલાવી પોતાના દોઢ વર્ષના પુત્ર પીયૂષને ટ્રકના પાછળના જોટામાં લઈ કચડી નાખતા પિયુષનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેઇલર ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો. અકસ્માતની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.