સોશ્યલ મીડિયામાં જીજે ૩૬ સીરીઝની બાઈકમાં સવાર ચાર લોકો દ્વારા પેલેસ્ટાઈનદેશનો ઝંડા સાથે નો વિડીયો સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું અને એક સગીર સહીત 3 શખ્સને ઉપાડી લીધા હતા અને તેને ઝડપી લઇ તેની પૂછ પરછ કરી હતી યુવાનોએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનન વચ્ચે ચાલતા યુદ્ધથી લાગણી માં આવી ઝંડા સાથે કચ્છના નખત્રાણામાં વિડીયો બનાવ્યો હોવાનું જણાવ્યું હતું
સોશિયલ મીડિયામાં જીજે 36 સીરીઝની બાઈકમાં કેટલાક યુવાનોએ પેલેન્સ ટાઈન દેશનો ઝંડો લગાવી તેનો વિડીયો સોશ્યલ મીડિયામાં મુક્યો હતો જે વિડીયો સામે આવતા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું જે બાદ આ વિડીયો પોલીસ તત્ર સુધી પહોચતા મોરબી એલસીબી સહિતની ટીમ સક્રિય થઇ હતી અને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી તપાસ કરતા આ વિડીયો મોરબીના વિસીપરા વિસ્તારના ત્રણ યુવાનો અને એક સગીર એમ ચાર મિત્ર એપ્રિલ મહિનામાં કચ્છ જિલ્લામાં આવેલા હાજીપીર ના દર્શન માટે ગયા હતા જ્યાં નખત્રાણાના પેટ્રોલ પંપ પાસે પેલેન્સટાઇન દેશનો ઝંડો તેની બાઈકમાં લગાવી તેનો વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં મુક્યો હતો આ વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હોવાનું સામે આવતા પોલીસે વિસીપરા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી અને ત્યાં રહેતા નાસીર નુરમામદ મોવર, નવાઝ અનવરભાઈ મોવર અને એક સગીર સહીત ત્રણના નામ ખુલતા પોલીસે ત્રણેયને ઉપાડી લીધા હતા અને પૂછ પરછ હાથ ધરી હતી તમામની પૂછ પરછ કરતા તેઓએ હાલ ઇઝરાયલ અને પેલેન્સટાઈન વચ્ચે યુદ્ધ ચાલતું હોય અને પેલેન્સટાઈન મુસ્લિમ દેશ હોવાથી ;લાગણીમાં આવી વિડીયો બનાવ્યા હોવાનું અને પોસ્ટ કર્યા હોવાની કબુલાત કરી હતી.