પંસદગીના નંબર મેળવવા અરજદાર
www.parivahan.gov.in/fancy.પર ઓનલાઈન
અરજી કરી શકશે
મોરબી : મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AS સિરીઝના નંબર માટેની ટેન્ડર પ્રક્રીયા તા. 4-6-2025થી શરૂ થનાર છે. તા.4-6-2025થી તા. 18-6-2025 સુધી અરજદાર www.parivahan.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.18-6-2025 થી તા.20-6-2025 સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા. 20ના રોજ ઓક્શનનું પરિણામ
www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે
મોટર વાહનના ઈ-ફોર્મ પરિણામ જાહેર થયેથી ર દિવસમાં મોરબી એ.આર.ટી.ઓ. કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.