Wednesday - May 06, 2026

11મીએ મોરબી જળ હોનારતની વરસીએ મૌન રેલી નીકળશે

11મીએ મોરબી જળ હોનારતની વરસીએ મૌન રેલી નીકળશે

 મોરબીમાં 11 ઓગસ્ટ 1979ના રોજ ભયાનક જળ હોનારત સર્જાયું હતું. જેમાં જાનમાલની મોટી ખુવારી થઈ હતી. ત્યારે 11 ઓગષ્ટના રોજ મોરબી મચ્છુ જળ હોનારતની વરસી હોવાથી મૃતત્તમાના આત્માની શાંતિ માટે મૌન રેલીનું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી શહેર 11 ઓગસ્ટ 1979ના રોજ મચ્છુ જળ  હોનારતમાં સ્મશાન બની ગયું હતું. આ જળ હોનારતની વસમી યાદ હજુ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી. તેથી ૧૧/૦૮/૨૦૨૪ના રોજ “મચ્છુ જળ હોનારત દિન" હોય તે નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા બપોરે ૩:૧૫ કલાકે નગરપાલિકા કચેરીથી મૌનરેલી નીકળી મૃતાત્માઓના સ્મૃતી સ્તંભ મણી મંદિર ખાતે બપોરે ૩:૩૦ કલાકે પહોચશે અને ત્યા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્રમ યોજેલ છે. જેમાં નગરપાલિકા દ્વારા તથા મહાનુભાવો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરી બે મીનીટનું મૌન પાળવામાં આવશે અને 21 સાયરન વગાડવામાં આવશે આથી મોરબીની જાહેર જનતાને આ શ્રધ્ધજલીના કાર્યક્રમમાં હાજર રહેવા અપીલ કરાઈ છે.