Saturday - May 16, 2026

મોરબીમાં પેટ્રોલપંપ એસોસીએશન દ્વારા એક પેડ મા કે નામ હેઠળ વૃક્ષારોપણ કરાયું

મોરબીમાં પેટ્રોલપંપ એસોસીએશન દ્વારા એક પેડ મા કે નામ હેઠળ વૃક્ષારોપણ કરાયું

પ્રવર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મીગનો ખતરો સમગ્ર વિશ્વ ઉપર તોળાય રહ્યો હોય ત્યારે આ ગ્લોબલ વોર્મિગ અટકાવવા માટે વધુને વધુ વૃક્ષ વાવવા એ એક માત્ર ઉપાય છે. તેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “એક પેડ મા કે નામ” અભિયાન શરૂ કરીને દરેકને વધુને વધુ વૃક્ષ વાવવાની હામલ કરી છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પેટ્રોલપંપ એસોસીએશન દ્વારા એક પેડ મા કે નામ હેઠળ વૃક્ષારોપણ કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળતાજેતરમાં પેટ્રોલપંપ એસોસીએશનના પ્રમુખને સાથે રાખી પેટ્રોલપંપ પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પેટ્રોલપંપ એસોસીએશને મોરબી જિલ્લામાં દરેક પેટ્રોલપંપની આજુબાજુના વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન  કરવાનો સંકલ્પ લીધો હતો.