Saturday - May 16, 2026

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચાર અને લેડી ડોકટર ઉપર દુષ્કર્મ-હત્યાના વિરોધમાં મોરબીના પોસ્ટ કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચાર અને લેડી ડોકટર ઉપર દુષ્કર્મ-હત્યાના વિરોધમાં  મોરબીના પોસ્ટ કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચાર અને લેડી ડોકટર ઉપર દુષ્કર્મ-હત્યાના વિરોધમાં  મોરબીના પોસ્ટ કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

બાંગલાદેશમાં હમણાંથી હિંસા ભડકી ઉઠી છે.ખાસ કરીને કેટલાક કટરપંથીઓ દ્વારા હિંદુઓને ટાર્ગેટ કરી હિંદુઓ ઉપર જુલ્મો સિતમ ગુજારવામાં આવી રહ્યો છે. હિંદુઓ ઉપરની હિંસાના ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તેમજ પ. બંગાળમાં લેડી ડોકટર ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરવાના બનાવના આરોપીઓ ઉપર ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે. બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચાર અને લેડી ડોકટર ઉપર દુષ્કર્મ-હત્યાના બનાવમાં મોરબીના પોસ્ટ વિભાગ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોસ્ટ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવો કરીને આ બન્ને બનાવની સખત શબ્દોમાં ઉગ્ર ઝાટકણી કાઢી હતી.  સાથેસાથે બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર હિંસા રોકવાની અને લેડી ડોકટર પર જઘન્ય અપરાધ કરનાર અપરાધીઓને કડક સજા આપવાની માંગ કરી હતી.