Saturday - May 16, 2026

મોરબીમાં વેપારીની હત્યાથી પરિવાર સહિત સમગ્ર સમાજનો આક્રોશ સાતમા આસમાને

મોરબીમાં વેપારીની હત્યાથી પરિવાર સહિત સમગ્ર સમાજનો આક્રોશ સાતમા આસમાને

કેન્ડલ માર્ચ યોજી લોકો સરદારબાગ પાસે રસ્તા પર બેસીને સ્થળ ઉપર ડીવાયએસપીને બોલાવી યોગ્ય ન્યાયની માંગણી કરી

મોરબી : મોરબી શહેરમાં બે દિવસ પહેલા જાહેરમાં સોની યુવકની હત્યાની ઘટના બની હતી. આ ઘટનાના વિરોધમાં વેપારીઓ અને સર્વ જ્ઞાતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રેલી દરમિયાન લોકોએ રસ્તા પર બેસીને ન્યાય આપોની માગ સાથે નારા લગાવ્યા હતા.

મોરબીમાં વેપારીની હત્યાથી પરિવાર સહિત સમગ્ર સમાજનો આક્રોશ સાતમા આસમાને

વેપારીની હત્યાના વિરોધમાં સમાજની વાડીથી લઈને જ્યાં આ હત્યાની ઘટના બની હતી ત્યાં સુધી લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી. જે સ્થળ પર હત્યાની ઘટના બની હતી ત્યાં મૃતક યુવકનો ફોટો રાખીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી સાથે જ લોકોએ આક્રોશ સાથે કહ્યું હતું કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને તાત્કાલિક ન્યાય અપાવવામાં આવે તેવી લોકોએ માગ કરી હતી. ન્યાયની માગણી સાથે લોકો રોડ પર જ બેસી ગયા હતા અને ન્યાય આપોના નારા લગાવ્યા હતા. ત્યારબાદ આગેવાનોએ સમજાવ્યા હતા અને કહ્યું હતું કે આ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધી રજૂઆત કરી છે.
 
મોરબીમાં વેપારીની હત્યાથી પરિવાર સહિત સમગ્ર સમાજનો આક્રોશ સાતમા આસમાને

લોકોએ સરદારબાગ ખાતે પડાવ નાખ્યો છે. ડીવાયએસપીને ફોન ઉપર રજુઆત કરવામાં આવી છે કે તેઓ સ્થળ ઉપર આવે જેથી રૂબરૂ રજુઆત કરી શકે. લોકો એવું જણાવી રહ્યા છે કે જ્યારે બેસણું ચાલુ હતું ત્યારે ગુનેગારનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. બધા વેપારીઓ ત્યારે બેસણામાં હતા. બધાની હાજરીમાં બજારમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
 
મોરબીમાં વેપારીની હત્યાથી પરિવાર સહિત સમગ્ર સમાજનો આક્રોશ સાતમા આસમાને