Friday - Feb 13, 2026

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સાયકલ પર ટ્રક ફરી વળતા વૃદ્ધનું મોત

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સાયકલ પર ટ્રક ફરી વળતા વૃદ્ધનું મોત

મોરબી : મોરબી શહેરના જુના ઘુંટુ રોડ ઉપર સાયકલ લઈને જઈ રહેલા નથુભાઈ ભનાભાઈ સોલંકી ઉ.60 રહે.કામધેનુ પાર્ટી પ્લોટ પાસે પચીસ વારીયા, મોરબી વાળાને જીજે - 12 - એટી - 8382 નંબરના કન્ટેનર ટ્રકના ચાલકે હડફેટે લઈ પાછળના જોટામાં કચડી નાખતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત બાદ ટ્રક કન્ટેનર ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો. આથી આ બનાવ અંગે મૃતકના પુત્ર દિનેશભાઇ નથુભાઈ સોલંકીએ કન્ટેનર ટ્રકના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.