Sunday - Jul 05, 2026

વાડીમાં કામ હોય છતાં ખોટા કેમ રખડો છો કહેતા વૃદ્ધએ આપઘાત કરી લીધો

વાડીમાં કામ હોય છતાં ખોટા કેમ રખડો છો કહેતા વૃદ્ધએ આપઘાત કરી લીધો

ટંકારા :  ટંકારા તાલુકાના નસીતપર ગામે દિનેશભાઇ રાઘવજીભાઈ કુંડારિયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મંગલસિંહ ભુરલાભાઈ મંડલોઈ ઉ.60 નામના વૃદ્ધ તમાકુની ડબ્બી લેવા મોરબી ગયા હોય અને વાડીએ પરત આવતા મોડું થતા તેમના પત્નીએ વાડીમાં કામ હોય ત્યારે જ તમે રખડો છો તેમ કહી બોલાચાલી કરતા મંગલસિંહને લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે ટંકારા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.