મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આંદરણા ગામની સીમમાં વાંકડા જવાના રસ્તેથી શંકાસ્પદ રીતે બાઈક ઉપર નીકળેલા આરોપી રમણભાઈ કનુભાઈ મોહનીયા ઉ.28 રહે.અલીરાજપુર, મધ્યપ્રદેશ વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂના 180 એમએલના 20 ચપલા મળી આવતા મોરબી તાલુકા પોલીસે 30 હજારના બાઈક સહિત 32 હજારનો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી