બોલિવૂડ એક્ટ્રેસ અમ્રિતા રાવના હસ્તે પી.ડી. કાંજીયા સાહેબને ગૌરવપૂર્ણ પુરસ્કાર.
મોરબી: મોરબીમાં શિક્ષણક્ષેત્રે ગુણવત્તા, નવીનતા અને સંસ્કારનો અનોખો સમન્વય સર્જનાર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબીને પ્રતિષ્ઠિત ‘દિવ્ય ભાસ્કર ઇમિનેન્સ એવોર્ડ ૨૦૨૫’*થી સન્માનિત કરવામાં આવ્યું છે.
આ ભવ્ય એવોર્ડ સમારોહ રાજકોટના ફિનિક્સ રિસોર્ટ ખાતે યોજાયો હતો, જેમાં પુરસ્કાર વિતરણ બોલીવુડ એક્ટ્રેસ અમ્રિતા રાવના હસ્તે એનાયત થયું હતું.
મોરબીના નવયુગ ગ્રુપના સુપ્રીમો પી.ડી. કાંજીયા સાહેબને અમૃતા રાવના હસ્તે એવોર્ડ એનાયત થયો હતો.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા હાજર રહ્યા હતા,
શિક્ષણક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન બદલ નવયુગને સન્માન.
છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે ઊંચા ધોરણો જાળવવા બદલ નવયુગ ગ્રુપે આ સિદ્ધિ મેળવી છે. સંસ્થાના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ આધુનિક ટેકનોલોજી, સંસ્કાર આધારિત શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં અવિરત યોગદાન આપવામાં આવ્યું છે.
નવયુગને ગ્રુપને સન્માન મળવાના મુખ્ય કારણો:–
૩૦ વર્ષથી વધુ સમયથી શિક્ષણક્ષેત્રે અવિરત સેવાઓ.
પ્રી-સ્કૂલથી કોલેજ સ્તર સુધીનું સર્વાંગી શિક્ષણ માળખું.
કરીઅર લક્ષી અને સ્કીલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ.
ટેકનોલોજી, ઇનોવેશન અને સંસ્કારનું સફળ સંકલન.
આ સન્માન અંતર્ગત પી.ડી. કાંજીયા એ જણાવ્યું હતું કે,“આ સન્માન અમારા શિક્ષકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓના અવિરત પરિશ્રમનું પરિણામ છે. અમે ભવિષ્યમાં પણ ગુણવત્તા, શિસ્ત અને સંસ્કારનું સંકલન જાળવી રાખીશું.”