Monday - Apr 27, 2026

ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન અને ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો.

ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન અને ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો.

મોરબી:– મોરબીમાં આજે ૧૪ સપ્ટેમ્બરના રોજ ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા રાષ્ટ્રના બાળકો અને યુવાનોમાં રાષ્ટ્ર ચેતના અને દેશભક્તિના સંસ્કારનું સિંચન કરવાના ઉદ્દેશ્યથી "રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા" અને "ભારત કો જાનો પ્રશ્નમંચ" કાર્યક્રમનું વાર્ષિક આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તા. ૧૪/૦૯/૨૦૨૫, રવિવારના રોજ શ્રી સરસ્વતી શિશુ મંદિર, મોરબી ખાતે બંને સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

​આ કાર્યક્રમમાં "ભારત કો જાનો પ્રશ્નમંચ" માં કુલ ૩૪ શાળાઓના ૬૮ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જ્યારે "રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા" માં ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. સંગીત તજજ્ઞો કોમલબેન પનારા અને જિજ્ઞાસાબેન બગાએ નિર્ણાયક તરીકેની ભૂમિકા સુપેરે નિભાવી હતી.

​આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વિજયભાઈ રંગપરિયા (ફેવરીટ ગ્રુપ), મહેશભાઈ બોપલિયા (RSS-જીલ્લા કાર્યવાહ), જસ્મિનભાઈ હિંસુ (સૌરાષ્ટ્ર પ્રાંત-ધર્મ જાગરણ સમન્વય-સહસંયોજક) અને ડૉ. જયેશભાઈ પનારા (ભા.વિ.પ. સૌરાષ્ટ્ર પ્રાંત કોષાધ્યક્ષ) ઉપસ્થિત રહ્યા હતા.
 
ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન અને ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો.
ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન અને ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો.
ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન અને ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો.

*​સ્પર્ધાના વિજેતાઓ:–

​રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા:–
​પ્રથમ ક્રમ: વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ
​દ્વિતીય ક્રમ: નવયુગ સંકુલ
​તૃતીય ક્રમ: શ્રી માધાપરવાડી કન્યા શાળા

​ભારત કો જાનો પ્રશ્નમંચ:–

​પ્રાથમિક વિભાગ:–
​પ્રથમ ક્રમ: નાલંદા વિદ્યાલય
​દ્વિતીય ક્રમ: ગોકુલનગર પ્રા. શાળા
​તૃતીય ક્રમ: માધાપરવાડી કન્યા શાળા

​માધ્યમિક વિભાગ:–

​પ્રથમ ક્રમ: નવયુગ વિદ્યાલય
​દ્વિતીય ક્રમ: નવયુગ સંકુલ
​તૃતીય ક્રમ: જ્ઞાનપથ વિદ્યાલય

ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન અને ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો.
ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન અને ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો.
ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન અને ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો.

​વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રથમ ક્રમે વિજેતા થયેલી તમામ ટીમો આગામી સમયમાં પ્રાંત કક્ષાએ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે.
​આ કાર્યક્રમનું સુંદર સંચાલન હરદેવભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અધ્યક્ષશ્રી હિંમતભાઈ મારવણિયા, સચિવશ્રી ધ્રુમિલભાઈ આડેસરા, કોષાધ્યક્ષશ્રી હિરેનભાઈ ધોરિયાણી, સંયોજકો રાવતભાઈ કાનગડ તથા પરેશભાઈ મિયાત્રા, કૌશિકભાઈ અઘારા, હરેશભાઈ બોપલિયા, ડૉ. ચિરાગભાઈ અઘારા, ચિરાગભાઈ હોથી, મનહરભાઈ કુંડારીયા, વિનુભાઈ મકવાણા, પંકજભાઈ ફેફર તેમજ મહિલા સંયોજિકા દર્શનાબેન પરમાર અને સહસંયોજિકા અલ્પાબેન મારવણિયાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે અલ્પાહાર કરી સૌ છૂટ્ટા પડ્યા હતા.