મોરબીમાં નવા બસ સ્ટેન્ડ સામે આવેલી ક્રિષ્નાનગર સોસાયટીમાં તસ્કરોએ ગઈકાલે મોડી રાત્રે ધામાં નાખ્યા હતા. ત્રણ જેટલા તસ્કરોએ અનેક ઘરોમાં આંટાફેરા કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના સિસિટીવી કેમેરામાં કેદ થઈ છે. વધુમાં આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવમાં આવે તેવી માંગ ઉઠી છે.