મોરબી જિલ્લાના સજ્જનપર ગામે આગામી તા.3 નવેમ્બરના રોજ ગૌસેવા યુવક મંડળ તથા સમસ્ત ગામ તરફથી ગૌસેવા માટે મચ્છુ તારા વહેતા પાણી યાને ઢેલડીનગરનો ઇતિહાસ નામનું ઐતિહાસિક નાટક સાથે પેટ પકડીને હસાવતું માણકીની માથાકૂટ નામનું હાસ્ય કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી આ નાટક નિહાળવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.