કેન્સરના દર્દીઓ માટે લખલૂટ ખર્ચ કરવા છતાં એ બચી જાય એ નક્કી જ નથી હોતું. પણ પ્રાચીન ઋષિકાળની જડીબુટીથી કરાતી અયયુર્વેદીક ચિકિત્સાથી કેન્સરના દર્દીઓને નવ જીવન મળે છે. આ માટે લોકોને હિમાચલ પ્રદેશમાં જવું પડે છે. પણ બધા દર્દીઓ માટે આ ખર્ચ પોસાય તેવો નથી. તેથી મોરબીના પાટીદાર સમાજના અગ્રણીઓ કેન્સરના દર્દીઓની વ્હારે આવ્યા છે. આ એક એવો સેવાયજ્ઞ છે કે મોરબી નજીક જ ઘરઆંગણે તમામ જ્ઞાતિના લોકોને વિનામૂલ્યે હિમાલયમાં કરાતી આર્યુવેદીક ચિકિત્સા અહીં જ ઉપલબ્ધ કરાશે. આ સેવાનો માત્ર મોરબી અસરકારક કે સૌરાષ્ટ્ર જ નહીં પુરા ગુજરાતના કેન્સરના દર્દીઓ આર્યુવેદીક ચિકિત્સાનો વિનામૂલ્યે લાભ લઇ શકશે. એટલું જ નહીં રહેવા તેમજ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
મોરબીમાં આગામી 1લી ઓગસ્ટથી કેન્સર આર્યુવૈદિક હેલ્થકેર શરૂ કરવામાં આવશે તેથી હવે દર્દીઓને કેન્સરના ઈલાજ માટે હિમાલય જવાની જરૂર નહીં રહે અને મોરબીમાં વિનામૂલ્યે તમામ જ્ઞાતિના દર્દીઓને આર્યુવેદીક ચિકિત્સાનો લાભ અપાશે. મોરબીમાં શરૂ થનાર કેન્સર આર્યુવૈદિક હેલ્થકેર અંગે સંચાલક નિલેશ એરવાડિયાએ જણાવ્યું હતું કે, મોરબીમાં ઘણા બધા કેન્સરના દર્દીઓ છે. જે લોકોને આર્યુવેદીક ઈલાજ માટે છેક હિમાચલ પ્રદેશ સુધી જવું પડતું હોય છે. ત્યાંનો ખર્ચ અને રોકાણ ઘણા સામાન્ય દર્દીઓને પોસાય તેમ હોતું નથી. કેન્સર માટે આર્યુવેદીક ઈલાજ શેષ્ઠ હોય છે. તેમના પરિચિતોને પણ કેન્સર થયું હતું. ત્યારે તેમના આર્યુવેદીક ઈલાજ માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી. આથી ગરીબ દર્દીઓ સારવાર અભાવે મોતને ન ભેટે તે માટે મોરબીમાં જ આ આર્યુવેદીક ચિકિત્સા શરૂ કરવાનો વિચાર આવ્યો અને સારા કામમાં અનેક દાતાઓની મદદ મળી છે. આથી આગામી 1લી ઓગસ્ટથી મોરબીના આમરણ નજીક આવેલ મોરાણા ગામ પાસે આદેશ બાપુના આશ્રમ ખાતે કેન્સર આર્યુવૈદિક હેલ્થકેર શરૂ થશે. તેમાં તમામ આર્યુવેદીક દવા સહિતની ઈલાજ માટે તમામ સાધનો અને ડોકટરોની ટીમ તૈયાર કરવામાં આવી છે. કેન્સર આર્યુવેદીક ઉપચાર માટે આર્યુવેદના શ્રેષ્ઠ ડોકટરો સેવા આપશે. આ કેન્સર આર્યુવૈદિક હેલ્થકેરમાં તમામ જ્ઞાતિના સામાન્ય વર્ગના ગરીબ દર્દીઓ વિનામૂલ્યે આર્યુવેદીક ઉપચાર અને દવાઓ આપવામાં આવશે તેમજ સંપૂર્ણપણે આર્યુવેદીક ચિકિત્સા ફ્રીમાં આપવામાં આવશે.
ગુજરાતભરના દર્દીઓ માટે ફ્રીમાં રોકાણ અને રસોડું શરૂ કરાશે
ગુજરાતભરના દૂર દૂરથી આવનાર દર્દીઓના રોકાણ તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. યુવા અગ્રણી અજયભાઈ લોરીયા દ્વારા રસોડું શરૂ કરવામાં આવશે અને તેમના દ્વારા દર્દીઓને વિનામૂલ્યે ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવશે. તેથી મોરબી જિલ્લા સહિતના આસપાસના દર્દીઓને આ આર્યુવેદીક ચિકિત્સાનો વિનામૂલ્યે લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.
ઋષિમુનિ કાળની વૈદિક ઉપચાર પદ્ધતિથી સારવાર કરશે
આયુર્વેદિક સારવારથી ભલભલા અશશય રોગો માટી જાય છે. ત્યારે મોરબીમાં કેન્સરના દર્દીઓ માટે આયુર્વેદમાં ચિકિત્સાનો સહારો લેવામાં આવ્યો છે. હિમાલયમાં ઓલરેડી એ ચિકિત્સા વર્ષોથી થાય છે. ખાસ કરીને આપણા સદીઓ અગાઉના ઋષિકાળમાં જે ઋષિમુનિએ વૈદિક ઉપચાર કરતા અને ભલભલા રોગો મટી જતા. ત્યારે આ કેન્સરના ઈલાજ માટે મોરબીમાં પણ ઋષિમુનિ કાળની વૈદિક ઉપચાર પદ્ધતિથી સારવાર કરશે.વૈદ શાસ્ત્રમાં ચિકિત્સાની જે પદ્ધતિ દર્શાવી છે તે પદ્ધતિનો ઉપયોગ કરાશે.
કેન્યા, હાવર્ડ યુનિવર્સિટીમાં ભણેલા નિપુણ ડોકટરો સારવાર કરશે
મોરબીમાં જે આર્યુવેદીક ચિકિત્સા શરૂ થઈ રહ્યું છે. તેમાં કેન્યા, હાવર્ડ યુનિવર્સિટીમાં ભણેલા નિપુણ ડોકટરો દ્વારા અહીંયા સારવાર કરશે. દલાઈલામાંના અનુયાયીઓ દ્વારા ઓલ ઇન્ડિયાની અંદર કેન્સરના દર્દીઓ માટે આવા જ સેન્ટરો ચાલે છે. એમાનું એકમાત્ર સેન્ટર ગુજરાતમાં ફક્ત મોરબીમાં શરૂ કરાશે. ગુજરાતમાં આવું સેન્ટર ક્યાંય નથી. એ બધા દર્દીઓ હિમાલય જતા હતા.ત્યારે હવે દાતાઓ દ્વારા આ સેન્ટર મોરબીમાં શરૂ કરાશે અને દાતાઓ પણ એકપણ રૂપિયો દાનમાં નહિ લે પણ જે લોકો દાન આપવાની ઈચ્છા ધરવતા હોય એવા લોકોને જ્યાંથી આ સેન્ટરના સંચાલકો દવા-ઔષધિની ખરીદી કરે છે ત્યાંથી આ દાન આપવા વાળા લોકો જ સીધી ઔષધિ ખરીદીને આ સંસ્થાને આપશે અને એ દાતાના નામનું બોર્ડ લગાવીને એમના નામથી જ દવા, ઔષધિ આપવામાં આવશે. ડાયરેક આર્થિક વહીવટ કરશે નહીં.