અત્યાર સુધીના 45માં કેમ્પમાં કુલ 13,118 લોકોનું વિનામૂલ્યે સચોટ નિદાન થયું
મોરબી : જાણીતી આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત તા. 4-6-2025 ને શુક્રવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન મોરબી દલીચંદભાઈ જેરામભાઈ પુજારા પરિવારના સહયોગથી વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પનો કુલ 210 દર્દીઓએ લાભ લીધો હતો. ઉપરાંત 95 લોકોને નિઃશુલ્ક નેત્રમણીના ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો.બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવ્યુ હતું. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો. નં. 9825082468, નિર્મિતભાઈ કક્કડ મો.નં. 9998880588, હરીશભાઈ રાજા મો. નં. 9879218415, અનિલભાઈ સોમૈયા મો. નં. 8511060066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 44 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 12,898 લોકોએ લાભ લીધો હતો. તેમજ 5886 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.