Thursday - Jul 23, 2026

માળીયા મી તાલુકાના બગસરા ગામ પંચાયત ની એસ ટી ની રજુઆત ફળી

માળીયા મી તાલુકાના બગસરા ગામ પંચાયત ની એસ ટી ની રજુઆત ફળી

મોરબી:- જાણવા મળતી માહિતી અનુસાર મોરબી રૂટ ની એસ ટી બસ ભાવપર મુકામે આવતીકાલે સવારે 10 વાગ્યાના આસપાસ અને બપોર બાદ એમ બે એસટી બસ અને જુની સવાર ના 8 વાગ્યા વાળો ફેરો બગસરા સુધી લંબાવવામાં આવતા ગામ ના શાળા એ જતા વિદ્યાર્થીઓને આવા જવા નો ફાયદો થશે તેમજ ગામ લોકો ને મુસાફરી કરવા માટે પણ લાભકારી રહેશે, જેથી ગામ પંચાયત દ્વારા ડેપો મેનેજર સાહેબને અનેક રજૂઆતો અગાઉ કરી હોય જેથી સ્થાનિક ડેપો મેનેજર આ રજુઆત ધ્યાને લઈને આ રૂટ બગસરા સુધી લંબાવતા ગામ પંચાયતે આભાર વ્યક્ત કર્યો હતો અને આ તકે ગામ પંચાયત ના સરપંચ ગૌરીબેન નાગજીભાઈ પીપળીયા તથા ઉપસરપંચ જલ્પાબેન જયેશભાઇ વાઘેલા તથા જાગૃત સભ્ય એવા કેશવજીભાઈ અમરશીભાઈ પીપળીયા તથા ગામ અગ્રણી એવા રાયસગભાઈ લખમણભાઈ વાઘેલા સાથે કાનજીભાઈ નાગજીભાઈ પીપળીયા દ્વારા આવેલ એસ ટી બસ ના ડ્રાઈવર તથા કનડકટર નું મોઢું મીઠું કરાવીને આવેલ બસ નું સ્વાગત કરવામા આવ્યું હતું