Friday - Feb 13, 2026

હળવદમાં જાતે જ લમણે ગોળી મારી દેનાર ઇજાગ્રસ્ત વેપારીનું સારવાર દરમિયાન મોત

હળવદમાં જાતે જ લમણે ગોળી મારી દેનાર ઇજાગ્રસ્ત વેપારીનું સારવાર દરમિયાન મોત

મોરબી : હળવદમાં એક વેપારીએ લમણે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેઓની છેલ્લા થોડા દિવસોથી અમદાવાદ સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન આજે તેઓએ દમ તોડ્યો છે. જેને પગલે વેપારી આલમમાં શોકનો માહોલ છવાયો છે.


પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના પ્રતિષ્ઠિત વેપારી અને ભવાની ગ્રુપના અગ્રણી એવા કિશોરભાઈ ઉર્ફે બકાભાઈ ઠક્કરે ગત તા.1ના રોજ રાત્રીના સમયે પોતાની લાયસન્સ વાળી બંદૂકથી લમણે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં અને ત્યારબાદ અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. જેમાં આજે તેઓનું નિધન થયું છે. અમદાવાદ ખાતે જ તેમનું પીએમ કરવામાં આવ્યું છે.