Friday - Feb 13, 2026

મોરબીમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી.

મોરબીમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી.

મોરબી:- મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરાયું હતું.
   મોરબી જિલ્લા સહકારી મંડળીઓ જિલ્લા રજીસ્ટાર ડોક્ટર બી એન પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા માર્કેટિંગ યાર્ડ મોરબી હળવદ, વાંકાનેર, મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મયુર ડેરી, લગધીરગઢ સેવા સહકારી મંડળી લિમિટેડ, મોરબી જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડ,માટેલ જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડ, નવા ઘનશ્યામ ગઢ સેવા સહકારી મંડળી લિમિટેડ, અને મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ દૂધ મંડળીઓના સહયોગથી જિલ્લામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
       આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષના ભાગરૂપે અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી રૂપે મોરબી જિલ્લાના વિવેધ ગામોમાં પણ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, આ ઉજવણીમાં જિલ્લા સહકારી મંડળી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ,મોરબી જિલ્લા માર્કેટિંગ યાર્ડ, મયુર ડેરી મોરબી, તથા સહકારી મંડળીઓની સહભાગીતાથી તેમના સહકારથી આ સફળ આયોજન થયું હતું.