Tuesday - Jun 30, 2026

વાંકાનેરમાં લાશ મળી આવવાનો બનાવ હત્યાનો ખુલ્યું

વાંકાનેરમાં લાશ મળી આવવાનો બનાવ હત્યાનો ખુલ્યું

બે શખ્સોએ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધાનું બહાર આવ્યું

મોરબી  : વાંકાનેર તાલુકાના સરધારકા ગામે ચેકડેમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવવાના બનાવ ઉપરથી પડદો ઉચકાયો છે.જેમાં પીએમમાં યુવાનની હત્યા થયાની ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ પોલીસની તપાસમાં મૃતક યુવાનને બે શખ્સોએ મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું ખુલ્યું છે.

 

વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં આવેલ ચેકડેમમાં એક અજાણ્યા યુવાનની આજે લાશ મળી આવી હતી. પોલીસે આ બનાવનું કારણ જાણવા પીએમ કરાવતા બનાવ હત્યાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે.વાંકાનેર તાલુકા પોલીસની વધુ તપાસમાં મૃતક રાજુ મોચી નામના યુવાનની ઓળખ થઈ અને બે શખ્સોએ હત્યા કર્યાનું પણ બહાર આવ્યું છે. આરોપીઓ હાથવેતમાં હોવાનું પણ જાણવા મળે છે.