મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌરીપાર્કમાં રહેતા પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ગૌરીપાર્કમાં મા હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા નિરાલીબેન વિશાલભાઈ સવસાણી ઉ.30 નામના પરિણીતાને છેલ્લા છ વર્ષથી વિચાર વાયુ હોય જેથી માનસિક બીમારીથી કંટાળી જઈ ગઈકાલે પોતાના ફ્લેટમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજયું હતું. ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.