Wednesday - Jul 01, 2026

શનાળા નજીક ઘોડાએ બાઇકને હડફેટે લઈને યુવાનને પછાડી દીધો

શનાળા નજીક ઘોડાએ બાઇકને હડફેટે લઈને યુવાનને પછાડી દીધો

બાઈક ચાલકે ઘોડાના માલિક વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

મોરબી : રાજકોટ - મોરબી હાઇવે ઉપર શનાળા નજીક અજંતા કારખાનાના પાર્કિંગ પાસે વિચિત્ર અકસ્માતમાં હાઇવે ઉપર દોડતા આવેલા ઘોડાએ બાઈક ચાલકને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા બાઈક ચાલકે ઘોડાના માલિક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મોરબી - રાજકોટ હાઇવે ઉપર ગત તા.16ના રોજ બાઈક લઈને જઈ રહેલા રાજેશભાઇ કલ્યાણભાઈ ચૌહાણ રહે.શનાળા રોડ, હાઉસિંગ બોર્ડ વાળાને અજંતા ફેકટરીના પાર્કિંગ પાસે રોડ ઉપર દોડતા આવેલા ઘોડાએ હડફેટે લઈ પછાડી દેતા અકસ્માતના આ વિચિત્ર બનાવમાં બાઈક ચાલક રાજેશભાઇએ ઘોડાના માલિક યશદીપભાઈ અરવિંદભાઈ પરમાર વિરુદ્ધ પોતાના ઘોડાને બેદરકારી પૂર્વક છૂટો મુકવા અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.