વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કંપની દ્વારા સરાહનીય પગલું.
હળવદ:- વિશ્વ પર્યાવરણ નિમિત્તે મોરબી જિલ્લાની ધ ગ્રીન ગેન કંપની દ્વારા આજે 1000 જેટલા વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા હતા. હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ, મિયાણી, કીડી,અને કેવડિયા ગામમાં આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, સાથે સાથે ધાંગધ્રા તાલુકાના જીવા અને કોંઢ ગામમાં પણ વૃક્ષારોપણ કર્યું હતું.
ધ ગ્રીન ગેન કંપની દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમમાં હળવદ તાલુકાના મામલતદાર તથા ટીડીઓ અને સર્કલ ઓફિસર તેમજ હળવદ ઘુડખર અભ્યારણના આરએફઓ પણ હાજર રહ્યા હતા. તેમના હસ્તે પણ વૃક્ષા રોપણ થયું હતું.
આજે વિશ્વમાં જ્યારે વાતાવરણમાં દર વર્ષે પલટો આવી રહ્યો છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ નું તાપમાન દર વર્ષે વધતું જાય છે ત્યારે વૃક્ષારોપણની ખાસ જરૂર છે અને તે જરૂરી સમજણને સાર્થક કરવા માટે ધ ગ્રીન ગેન કંપની દ્વારા આજે મોરબી જિલ્લામાં 1000 વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. તેના આ કાર્યને અધિકારીઓથી માંડી લોકો દ્વારા વધાવવામાં આવ્યો હતો અને આ જ અભિગમ દર વર્ષે જળવાય તેવા અભિગમ સાથે કંપનીની સરાહના કરી હતી.