માળીયા (મી):- માળીયા મીયાણા તાલુકાના લક્ષ્મીવાસ ગામે શ્રીકૃષ્ણ જન્મઉત્સવ એટલે કે ગોકુળઆઠમનું ભવ્ય આયોજન યુવા સંગઠન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આ આયોજન દરમિયાન ભવ્ય શોભાયાત્રા પણ ગામમાં નીકળશે આ શોભાયાત્રા તારીખ 16/8/2025ને શનિવારના રોજ સવારે 8:00 કલાકે શ્રી રામજી મંદિરથી નીકળી પ્લોટ વિસ્તાર સુધીનું આ શોભાયાત્રામાં આયોજન કરેલ છે ત્યારબાદ બપોરે 11:00 કલાકે રામજી મંદિરે પાછી શોભાયાત્રા ફરશે ત્યારે 11 કલાકથી 12 કલાક સુધી વચે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે 12 કલાકે મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ કાર્યક્રમમાં પધારવા સમસ્ત લક્ષ્મીવાસ ગ્રામજનો અને લક્ષ્મીવાસ યુવા સંગઠન ગ્રુપ દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.