મોરબીવાસીઓ માટે સોના ચાંદીના અદભુત ઘરેણાંના નિહાળવાની તક આવી છે. જેમાં સોના ચાંદીના દાગીનાની બ્રાન્ડેડ જવેલરીની દુનિયામાં જાણીતી પ્રતિષ્ઠિત પેઢી એટલે સમ્રાટ જવેલર્સ દ્વારા આગામી તા.19, 20, 21 જુલાઈ એમ ત્રણ દિવસ સુધી હરભોલે હોલ, સરદાર બાગની સામે સત્યમ પાનવાળી શેરી શનાલા રોડ મોરબી ખાતે પ્રીમિયમ કલેક્શન એક્ઝિબિશનનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે.
સોની બજાર મોરબીમાં આવેલી સમ્રાટ જવેલર્સ જૂની અને જાણીતી પેઢી છે. પ્રસંગોપાત દાગીના ખરીદવા માટે મોરબીવાસીઓ માટે આ પ્રતિષ્ઠિત પેઢી ગણાય છે. તેથી આ એક્ઝિબિશનમાં મહિલાઓને મનગમતા તમામ ઘરેણાંઓનો અદભુત ખજાનો જોવા મળશે. જોતા જ મન મોહી લે તેવા ગળાના હારના સેટ, કાનના ઝૂમકા, મંગળસૂત્ર સહિતના દાગીનાઓ જોવાનું ચૂકસો નહિ એવી આ પેઢી દ્વારા અપીલ કરવામાં આવે છે. જેમાં ઘડામણ ઉપર 50 ટકા અને અન્ય દાગીનામાં 10 ટકા ડિસ્કાઉન્ટની બમ્પર ઓફર આપવામાં આવી છે. તેથી દરેક વ્યની મહિલાઓ આ પ્રદર્શનનો અચૂક લાભ લેવો જોઈએ તેવું સમ્રાટ જવેલર્સ દ્વારા જાણવાયું છે.