મોરબી શહેરના લાતીપ્લોટ પાછળ આવેલ મુનનગર ચોકમાં પ્લાયવુડના ગોડાઉનમાં ગત મોડીરાત્રે આગ ભભૂકી ઉઠતા ફાયર ટીમોએ રાતભર પાણીનો મારો ચલાવતા વહેલી સવારે આગ બુઝાઈ હતી. આગને કારણે ગોડાઉનમાં પડેલો જથ્થો ખાખ થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાતીપ્લોટ પાછળ આવેલ મુનનગર ચોકમાં નીતિનભાઈ ચાંદ્રાલના પરમ પ્રોડક્ટ નામના પ્લાયવુડના ગોડાઉનમાં ગતરાત્રીના 12.40 વાગ્યે આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડની ટીમો બનાવ સ્થળે દોડી ગઈ હતી અને બે ફાયર ફાયટર વડે પાણીનો મારો ચલાવતા વહેલી સવારે આગ બુઝાઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ નુકશાની વધુ હોવાનું સામે આવ્યું છે.