Saturday - May 16, 2026

હળવદના માલણીયાદ ગામે યુવતીએ ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો

હળવદના માલણીયાદ ગામે યુવતીએ ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો

હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં દયારામભાઈ નાનજીભાઈ પરમારની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રક્ષાબેન અરવિંદભાઈ રાઠવા ઉ.21 નામની યુવતીએ ગત તા.5જુનના રોજ ઝેરી દવા પી લેતા પ્રથમ મોરબી બાદ વડોદરા સારવારમાં ખસેડવામાં આવતા તા.7જુનના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.