Monday - Jul 06, 2026

મોરબીના પાવડીયારી નજીક પાણીની કુંડીમાં પડી જવાથી બાળકીનું મોત

મોરબીના પાવડીયારી નજીક પાણીની કુંડીમાં પડી જવાથી બાળકીનું મોત

મોરબી : મોરબી તાલુકાના પાવડીયારી નજીક આવેલ સ્ટ્રોજન સિરામિક કારખાનામાં પાંચ વર્ષની બાળકી રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બે માસ પૂર્વેની આ ઘટનામાં મધ્યપ્રદેશ પોલીસે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા બનાવ અંગે એડી નોંધવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પાવડીયારી નજીક આવેલ સ્ટ્રોજન સિરામિક ફેકટરીમાં કામ કરતા અનિલભાઈ ભીલાલાની પાંચ વર્ષની પુત્રી પરી રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા બાળકીને લઈ તેમના માતાપિતા વતન મધ્યપ્રદેશ ચાલ્યા ગયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી ન હતી. બાદમાં બાળકીનું પીએમ કરાવવામાં આવતા મધ્યપ્રદેશની પીપલોદ પોલીસે ઘટના અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.