મોરબી જિલ્લાના યુવા મતદારો કે જેઓ મોટી અપેક્ષા અને વિકાસ શીલ ભારતના શમણાંમાં રાચતા હોય લોકસભાની ચૂંટણી પહેલા જ યુવા મતદારોએ અદભુત મિજાજ દર્શાવ્યો છે અને કહ્યું છે કે, હવેની ગામ, શહેર અને દેશની દૌર યુવાપેઢીના હાથમાં જ રહેશે એટલે આગામી સમયમાં કોઈપણ તંત્ર, દરેક નેતાઓ અને નવી બનેલી સરકાર પણ જો લોકહિતના કાર્યોમાં જરાય પ્રકારની ગરબડી કરી તો આ તમામ જવાબદારોની ખેર નહિ રહે. એટલે કોઈપણ પ્રકારના જુઠાંણા કે લોકોને ઉલ્લુ બનાવન્સ ધતીગ ચલાવી નહિ લેવાય. નવી પેઢીને હલકા કે નબળા નો સમજતા. દેશની યુવા પેઢી ધારે તો દેશ આખાની અદભુત રીતે કાયાપલટ કરીને વિશ્વના નબર વન દેશની હરોળમાં મૂકી દેવા કટિબદ્ધ છે.
મોરબીની રાજવી ગુંદારીયાએ જણાવ્યું કે, ભારતના દરેક નાગરિકોએ લાગુ પડતી તમામ ચૂંટણીમાં પક્ષપાત અને જ્ઞાતિવાદથી ઉપર ઉઠી મતદાન કરવું બંધારણીય હક્ક છે. હું પહેલી વખત મતદાન કરવાની હોય મતદાન કરવા ભારે ઉત્સુક છે અને દેશનો ખરા અર્થમાં વિકાસ કરે એવી સરકારને જ દેશનું સુકાન સોંપી શકાય. યાના સેજપાલે કહ્યું કે, હું પ્રથમ વખત મત આપીશ તેનો ઉત્સાહ મારા દિલમાં સમાતો નથી. દેશના વિકાસની સાથે આખા દેશમાં હજુ પણ મહિલાઓ પ્રત્યે અમુક અંધશ્રદ્ધા અને કેટલાક કુરિવાજો તેમજ હવે તો ખરેખર દેશમાં જાતિવાદી માનસિકતા ખતમ થવી જ જોઈએ અને દરેક જગ્યાએ અને કામ કે શાળા કોલેજ સહિત કોર્પોરેટ હાઉસ, મોલ, શો રૂમમાં મહિલાઓ સાથે કોઈપણ પ્રકારની જાતીય સતામણી વિકૃતિની નિશાની હોય એટલે એ તો નાબૂદ થવી જ જોઈએ.
લોકસભા ચૂંટણીને લઈ બાવરવા શિવાંગીએ કહ્યું કે, શિક્ષણથી મારા જેવા ખાલી હોનહાર નહિ પણ દરેક વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂરો થયા બાદ હવે તો કમસેકમ આવા બધાં યુવાનોને બેરોજગાર રાખીને ઘરે તો બેસાડી જ ન શકાય એમના માટે સરકારે જેસી જીસકી લાયકાત મુજબ રોજગારી આપવી જોઈએ. જેથી ખોટા વિચારો બેરોજગારોના મનમાં હાવી થઈ જ ન શકે. તેમજ કાવર જીનલે કહ્યું કે, મોરબીને હજુ મહાનગરપાલિકા બનાવવાની સરકારે માત્ર જાહેરાત કરી છે. આ દિશામાં હાલના તબક્કામાં કોઈ કાર્યવાહી કરાઈ પણ નથી. એટલે મોરબીનો મનપા બનતા કેટલી વાર લાગશે અને મનપા આવવાથી કેટલો ફાયદો કે નુકશાનની ગણતરી કરવી જરૂરી પણ નથી. એટલે ભવિષ્ય ખૂબ ઉજ્જવળ હોય એવું અત્યારે ફિલ કરી શકાય છે અને પ્રથમ વખત મતદાનનો મોકો મળવા બાબતે અનહદ ખુશી દર્શાવી હતી.
કટેશિયા પૂર્વીએ કહ્યું કે, સોશિયલ મીડિયાનો જે દૂરઉપયોગ થઈ રહ્યો છે તેની સામે સરકાર પગલા લે અને દુરઉપયોગ બંધ કરાવે. ઝાલા મુગ્ધરાજસિંહે જણાવ્યું કે, અમારે બોલી બતાવે એવી નહીં પણ કરી બતાવે એવી સરકાર જોઈએ છીએ. મોરબી હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે કલાજગત ક્ષેત્રમાં વિકાસ થાય, રમતગમતના મેદાનનો વિકાસ થાય, કોલેજમાં વિવિધ યોજનાઓ આવે અને રોડ રસ્તાઓ સારા બને તેવી આશા રાખીએ છીએ.