Thursday - May 07, 2026

શ્રાવણ માસના પ્રથમ સોમવારની પ્રેરણાદાયી ઉજવણી કરવાની અનેરી પહેલ

શ્રાવણ માસના પ્રથમ સોમવારની પ્રેરણાદાયી ઉજવણી કરવાની અનેરી પહેલ

મોરબીમાં દરેક તહેવારોની પ્રેરણાત્મક રીતે ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વર્ષોથી દર શ્રાવણ માસના સોમવારે પણ ખરા અર્થે ભગવાન શિવ રાજી થાય તેવું સરાહનીય કાર્ય કરાય છે. જેમાં દુધથી વંચિત રહેતા ઝૂંપટપટ્ટીના ગરીબ બાળકો સહિત લોકોને દૂધપાક- પુરીભાજીનું ભરપેટ ભોજન કરાવીને તેમની જઠરાગ્નિ તૃપ્ત કરીને જીવ રાજી તો શિવ આપોઆપ રાજીનો સંદેશ જનજન સુધી પહોંચાડે છે.

શ્રાવણ માસના પ્રથમ સોમવારની પ્રેરણાદાયી ઉજવણી કરવાની અનેરી પહેલ

મોરબીમાં જન્મદિન હોય કે દરેક તહેવારોની ઉજવણી હોય તેમ વિશિષ્ટ રીતે કાંતિકારી ભાત પાડનાર યંગ ઇન્ડિયા ગ્રુપે  શ્રાવણ માસના સોમવારની પ્રેરણાત્મક ઉજવણી કરશે,  વર્ષોથી પરંપરા મુજબ ખાસ કરીને શિવ ભક્તો સોમવારે ભગવાન શિવને રાજી કરવા માટે શિવલિંગ પર દૂધ ચડાવતા હોય છે ત્યારે વર્ષોની આ પ્રણાલીકામાં યંગ ઇન્ડિયા ગ્રુપે છેલ્લા બાર વર્ષથી ક્રાંતિકારી બદલાવ લાવ્યો છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ વર્ષોની ધાર્મિક શ્રદ્ધાંનો આદર સત્કાર કરી દર શ્રાવણ માસના સોમવારે પ્રથમ શિવલિગને પ્રતીકાત્મક દૂધ અર્પણ કરીને બાકીનું દૂધ જે બાળકોને જરૂરીયાત હોય છે તેમને આપીને શિવને રાજી કરવાનો સરાહનીય પ્રયાસ કરે છે.

ઇન્ડિયા ગ્રુપે દૂધપાક બનાવીને પુરીભાજીનો પૌષ્ટિક આહાર શહેરની ઝૂંપટપટ્ટી વિસ્તારના ગરીબ બાળકો સહિત લોકોને  ભરપેટ ભોજન કરાવીને જઠરાગ્નિ તૃપ્ત કરે છે. આ અંગે યંગ ઇન્ડિયા ગુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, અમે કંઇ મોટું કામ કર્યું નથી. આપણા જ શહેરમાં રહેતા અને પોષણક્ષમ આહારથી વંચિત એવા બાળકોને ભોજન કરાવી તેમની જઠરાગ્નિ ઠારવાનો આ એક નાનકડો પ્રયાસ છે.અમારું ગ્રુપ વર્ષોની ધાર્મિક માન્યતાઓ અને શ્રદ્ધાનો ખુબજ આદર કરે છે. લોકોની અસ્થાને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ હેતુ જ નથી પણ ખરેખર આપણે શિવને રાજી કરવા માંગતા હોય તો પહેલા જીવને રાજી કરવા પડે. જીવ રાજી હોય તો શિવ આપોઆપ તમારા પર પ્રસન્ન થઈ જશે. જો જીવ જ દુઃખી હોય તો તો શિવ કેવી રીતે રાજી થશે. એથી અમે દુઃખયા જીવને રાજી કરીને શિવને રાજી કરવાનો સકારાત્મક પ્રયાસ કર્યો છે.

શ્રાવણ માસના પ્રથમ સોમવારની પ્રેરણાદાયી ઉજવણી કરવાની અનેરી પહેલ