Thursday - May 07, 2026

મોરબીમાં પ્રથમ સોમવારે શિવાલયોમાં ગુંજશે હર હર મહાદેવનો નાદ

મોરબીમાં પ્રથમ સોમવારે શિવાલયોમાં ગુંજશે હર હર મહાદેવનો નાદ

શ્રાવણ માસના પ્રારંભથી શિવ ભક્તો અનુષ્ઠાન કરીને શિવ ભક્તિમાં તલ્લીન થશે

મોરબીમાં આવતીકાલથી પવિત્ર શિવભકિતની આહલેક જગાવતા શ્રાવણમાંસનો પ્રારંભ થઇ રહ્યો છે. આવતીકાલે પ્રથમ સોમવારે તમામ શિવલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડશે અને શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજશે. શિવ ભક્તો ભગવાન શિવની આરાધના કરીને કૃતાર્થ થશે.

મોરબીના કુબેરનાથ મંદિર, જડેશ્વર મહાદેવ મંદિર, શંકર આશ્રમ નીલકંઠ, શોભેશ્વર મહાદેવ, રફાળેશ્વર મંદિર, જંગલેશ્વર મહાદેવ મંદિર, ત્રિલોક ધામ, સોમનાથ મહાદેવ મંદિર, મોટા-નાના જડેશ્વર મહાદેવ મંદિર સહિતના તમામ શિવાલયોમાં આવતીકાલે પવિત્ર પ્રથમ સોમવારથી એક મહિનો સુધી શિવ ભક્તિનો મહિમા ચાલશે. મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવ ભક્તિ કરવા માટે તપ, જપ, ઉપવાસ એકટાણા અનુષ્ઠાન કરશે તેમજ મોટો સમુદાય દરરોજ ઘરેથી પગપાળા ચાલીને શિવ દર્શને જશે અને શિવ દર્શન કરીને ધન્યતા અનુભવશે. જો કે દરેક ભક્તો શિવલીગ ઉપર બીલીપત્ર દૂધનો અભિષેક કરી ફૂલોનો શ્રુગાર કરશે. તેમજ ભગવાન શિવને વિશિષ્ટ સાંજ શણગાર કરવામાં આવશે. આખો મહિનો ભક્તો શિવ ભક્તિમાં તરબોળ થશે.તેમજ ઘણી જગ્યાએ શિવભક્તિ અનોખી રીતે દર્શાવામાં આવશે. એક જાગૃત સંસ્થા દ્વારા શિવલીગને બદલે બાળકોને દૂધનું દૂધ પાક પુરીનું ભોજન કરાવીને જીવ રાજી તો શિવ આપોઆપ રાજીનો મેસેજ આપાશે.