Thursday - Aug 20, 2026

ટંકારાના ધ્રુવનગર ગામે ઘાસના ઢગલામાં આગ ભડકી ઉઠી

ટંકારાના ધ્રુવનગર ગામે ઘાસના ઢગલામાં આગ ભડકી ઉઠી

મોરબી  : ટંકારાના ધ્રુવનગર ગામે ઘાસના ઢગલામાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. લજાઈ નજીક એક ફેકટરીમાં આગ બુઝાવી ફાયર ટિમ પરત ફરી રહી હતી. ત્યાં ટિમ અહીં આગની માહિતી મળતા ત્યાં આગ બુઝાવવા ઘટના સ્થળે દોડી ગઈ છે અને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે ઔદ્યોગિક ગણાતા મોરબી જિલ્લામાં બે દિવસથી સતત આગના બનાવો બની રહ્યા છે. તેથી મોરબી ફાયર ટીમની દોડધામ સતત વધી રહી છે.