Friday - Feb 13, 2026

મોરબીના રાજપર રોડ ઉપર ઘડિયાળના યુનિટમાં આગ ભભૂકી

મોરબીના રાજપર રોડ ઉપર ઘડિયાળના યુનિટમાં આગ ભભૂકી

મોરબી : મોરબીના રાજપર રોડ ઉપર મામાદેવના મંદિરની સામે આવેલ એક ઘડિયાળના કારખાનામાં આજે સાંજના સુમારે આગ લાગવાની ઘટના સામે આવી છે. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ મામલે ફાયર વિભાગને જાણ કરાતા બે ફાયરની ટીમોએ ઘટના સ્થળે તાત્કાલિક દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આ આગ કઈ રીતે લાગી તેનું કારણ હજુ સામે આવ્યું નથી.

મોરબીના રાજપર રોડ ઉપર ઘડિયાળના યુનિટમાં આગ ભભૂકી