Thursday - Jun 11, 2026

મોરબીમાં બેફામ ગતિએ દોડતી કારની ટકકરથી દંપતી ખંડિત, પત્નીનું મોત

મોરબીમાં બેફામ ગતિએ દોડતી કારની ટકકરથી દંપતી ખંડિત, પત્નીનું મોત

કારની અંદર 4થી 5 લોકો હતા, અંદર દારૂની બોટલ હતી અને શખ્સો નશામાં ધૂત હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

મોરબી : ગત મોડી રાત્રે ૧૨:૩૦ થી ૧:૦૦ વાગ્યાના અરસામાં વાવડી ચોકડી પાસે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલકે પોતાના ઘરે જતા એક નિર્દોષ દંપતીને અડફેટે લેતા મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે તેમના પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જનાર કારચાલક નશામાં ધૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
 

મોરબીમાં બેફામ ગતિએ દોડતી કારની ટકકરથી દંપતી ખંડિત, પત્નીનું મોત

મોતબીના વાવડી રોડ પર આવેલ રામપાર્ક સોસાયટીમાં રહેતા દિલીપભાઈ પોપટભાઈ સોઢા અને તેમના પત્ની ભાનુબેન દિલીપભાઈ સોઢા પોતાના સીએનજી વાહનમાં ઘરે જઈ રહ્યા હતા. ગત રાત્રે તેઓ તેમના સાઢુભાઈના ઘરેથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં વાવડી ચોકડી પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

 

મોરબીમાં બેફામ ગતિએ દોડતી કારની ટકકરથી દંપતી ખંડિત, પત્નીનું મોત

કારનો રજીસ્ટ્રેશન નંબર GJ 10 EC 2231 છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ગાડીનો ચાલક ફૂલ નશામાં ધૂત હતો અને બેફામ રીતે ગાડી ચલાવી રહ્યો હતો. અકસ્માત સમયે ગાડીમાં ચાલક સહિત કુલ ૪ થી ૫ શખ્સો સવાર હતા. ગાડીનું ચેકિંગ કરતા અંદરથી દારૂની બોટલો પણ મળી આવી છે. આ જીવલેણ અકસ્માતમાં ભાનુબેન દિલીપભાઈ સોઢાનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું છે. જ્યારે દિલીપભાઈ સોઢાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક શિવમ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને હાલ તેઓ અત્યંત ગંભીર પરિસ્થિતિમાં સઘન સારવાર હેઠળ છે.