મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરના પાછળના ભાગે ખડકાયેલા કચરાના ઢગલામાં આજે કોઈ કારણોસર આગ ભડકી ઉઠી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આ વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગ્રેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આ આગની ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ નથી. પણ આ બનાવનું કારણ જાણવા મળ્યું નથી.
ફાયર બ્રિગ્રેડના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરના પાછળના ભાગે ખડકાયેલા કચરાના ગંજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લેતા આગની જવાળોઓ દેખાઈ હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગને સમયસર કાબુમાં લેતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી.ફાયર બ્રિગ્રેડના જણાવ્યા અનુસાર આગ ક્યાં કારણોસર લાગી એ જાણવા મળ્યું નથી.પણ કચરો કોઈએ સળગાવ્યો હોય આગે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો આગ સમયસર કાબુમાં આવી ન હોત તો મોટી દુર્ઘટના સર્જત, સદનસીબે આગને બુઝાવી નાખતા આગ કાબુમાં આવી ગઈ હતી.