Friday - May 08, 2026

મોરબીના જેતપર ગામે નકલી કિન્નરનું મુંડન કરીને અસલી વ્યંઢળોએ સબક શીખવાડયો

મોરબીના જેતપર ગામે નકલી કિન્નરનું મુંડન કરીને અસલી વ્યંઢળોએ સબક શીખવાડયો

નકલી વ્યંઢળ કારખાનામાં જઈ બબ્બે હજાર રૂપિયા માંગતો હતો

મોરબીના સિરામિક હબ ગણાતા જેતપર રોડ ઉપર નકલી વ્યંઢળ કારખાનામા જઈ બબ્બે હજાર માંગતો હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે અસલી વ્યંઢળો આ વિસ્તારમાં આવતા નકલી અને અસલી વ્યંઢળનો ભેટો થઈ ગયા બાદ મોરબીના અસલી વ્યંઢળના ગૃપે આ નકલી વ્યંઢળને બરાબરનો પાઠ ભણાવી માથે મુંડન કરી નાખી લોકોને આવા નકલી ઘુતારાથી ચેતતું રહેવા અનુરોધ કર્યો હતો. સમગ્ર બનાવ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે.
 

સિરામિક નગરી મોરબીમાં સિરામિક હબ ગણાતા જેતપર રોડ ઉપર આવેલ જુદી - જુદી સિરામિક ફેકટરીઓ જઈ એક નકલી વ્યંઢળ બબ્બે હજાર રૂપિયા ઉઘરાવતો હોવાની ફરિયાદ ઉઠ્યા બાદ અસલી વ્યંઢળનું ગ્રુપ આ વિસ્તારમાં પહોંચ્યું હતું. બરાબર આ જ સમયે નકલી વ્યંઢળ અસલી વ્યંઢળને મળી જતા મામલો ગરમાયો હતો. બાદમાં અસલી વ્યંઢળોએ સાથે મળી નકલી વ્યંઢળના વાળ કાપી નાખી મુંડન કરી નાખી જાહેર જનતાને આવા નકલી ઘુતારાથી સજાગ રહેવા જણાવી પૈસા ન આપવા અનુરોધ કર્યો હતો. જેતપર રોડ ઉપર બનેલી આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.