Saturday - Jun 27, 2026

થોડા સમય અગાઉ આગની ઘટનાના હજુ ડુસકા શમ્યા ન હોય ત્યાં ફરી આગ લાગી

થોડા સમય અગાઉ આગની ઘટનાના હજુ ડુસકા શમ્યા ન હોય ત્યાં ફરી આગ લાગી

મોરબીના બગથળા ગામ નજીક આવેલી રેકઝીનની ફેકટરીમાં થોડા સમય પહેલા ભીષણ આગની ઘટનામાં ત્રણ લોકો જીવતા ભુજાયાના હજુ ડુસકા શમ્યા ન હોય ત્યાં ફરી આજે આ ફેકટરીમાં આગની દુર્ઘટના બની હતી. હાલ ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ.મેળવી લીધો હતો.

થોડા સમય અગાઉ આગની ઘટનાના હજુ ડુસકા શમ્યા ન હોય ત્યાં ફરી આગ લાગી

મોરબી તાલુકાના બગથળા ગામ નજીક આવેલ ઇવા સિન્થેટિક નામની રેકઝીન ફેકટરીમાં આજે કોઈ કારણોસર આગ ભડકી ઉઠી હતી અને જોતજોતામાં આગ ફેકટરીમાં ફેલાય ગઈ હતી. આથી આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર વિભાગની એક ટીમ ત્યાં પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે થોડા સમય પહેલા આ જ ફેકટરીમા ભીષણ આગ લાગી હતી. જેમાં ફેકટરીના મેનેજર સહિત ત્રણ લોકો જીવતા ભુજાયા હતા. હજુ એ હતભાગી પરિવારોના આસું પણ રોકાયા નથી. ત્યારે ફરી આગની ઘટના બની હતી . આ અંગે ફાયર સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે આ ફેકટરીના મશીનનું ટેસ્ટીગ કરતા હતા ત્યારે આગ લાગી હતી અને આગ ઉપર કાબુ મેળવી લેતા કોઈ જાનહાની થઈ નથી.