Sunday - Jul 05, 2026

મોરબીમાં કાલે મંગળવારે લીમડાવાળા મામાદેવનો પાંચમો પાટોત્સવ

મોરબીમાં કાલે મંગળવારે લીમડાવાળા મામાદેવનો પાંચમો પાટોત્સવ

 મોરબીના લાતી પ્લોટ -6, મુનનગર પટેલ ટ્રાન્સપોર્ટ પાસે આવેલ લીમડાવાળા મામાદેવ તેમજ આઈશ્રી આંબલીવાળી ખોડિયાર માતાજી તથા પીરડાડાના સાનિધ્યમાં તા.15 એપ્રિલના રોજ આવતીકાલે મંગળવારે લીમડાવાળા મામાદેવનો વિરપુરુષ યજ્ઞ તથા ડાક ડમરુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મામાદેવનો વિરપુરુષ યજ્ઞ, મહાપ્રસાદ, ડાક ડમરુનો કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમ નિહાળવા સમગ્ર ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.