તમામ લોકમેળાઓના બંદોબસ્ત ઇન્ચાર્જ તરીકે થાણા અધિકારીઓની નિમણુંક
મોરબી : આગામી દિવસોમાં રાજયમાં ભગવાન શ્રી ક્રુષ્ણ જન્મ – જન્માષ્ટમીના પર્વ અન્વયે નિકળનાર રથયાત્રાઓ તથા યોજાનાર લોકમેળાઓ ઉજવાનાર હોય જેમાં વિશાળ પ્રમાણમાં લોકો આવતા હોય છે રાજકોટ રેન્જમાં ખાસ કરીને દેવભુમી દ્રારકા ખાતે આવેલ પ્રખ્યાત દ્વારકાધીશ મંદિર આવેલ છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ખાતે પ્રખ્યાત તરણેતર ત્રિનેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. આ તહેવાર શાંતીમય વાતાવરણમા યોજાય અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં નિકળનાર શોભાયાત્રા તથા યોજાનાર મેળા તેમજ મેળામાં રાખવામાં આવેલ પોલીસ બંદોબસ્તની વિગતવારની માહિતી આ સાથે સામેલ છે.
-ઃજિલ્લાઓમાં નિકળનાર શોભાયાત્રાની માહિતીઃ-
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં આશરે ૯૦ થી વધુ જન્માષ્ટમીની શોભાયાત્રા નિકળનાર છે. જેમાં અંદાજે ૧,૧૫,૦૦૦ થી વધુ માણસો ભાગ લઇ શકે છે.
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં આશરે ૯૦ થી વધુ જન્માષ્ટમીની શોભાયાત્રા અનુસંધાને ૧૩ થી વધુ ASP/DySP, ૧૫૦ થી વધુ PI-PSI તેમજ આશરે ૧૮૦૦ જેટલા ASI/HC/PC અને ૨૦૦૦ થી વધુ HG/GRD/TRB જવાનો દ્રારા બંદોબસ્ત જાળવવામાં આવનાર છે.
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં નિકળનાર રથયાત્રાના વિસ્તારોના આગેવાનો સાથે પોલીસ દ્રારા કુલ ૮૦ થી વધુ શાંતિ સમીતીની મીટીંગ યોજવામાં આવેલ છે જેમાં આસરે ૧૬૦૦ થી વધારે આગેવાનો-માણસો જોડાયેલ હતા.
જે વિસ્તારમાંથી શોભાયાત્રા નિકળનાર છે જે શોભાયાત્રાના મોટા ભાગના આગેવાનો દ્રારા પોલીસ પાસેથી શોભાયાત્રા અંગેની મંજુરી લઇ લીધેલ છે અને જે લોકોએ મંજુરી લીધેલ નથી તેઓને મંજુરી મેળવી લેવા સુચના આપેલ છે.
અસામાજીક તત્વો દ્રારા કોઇ વાંધાજનક પોસ્ટ કે ટીપ્પણી કરવામાં ન આવે તે માટે સોસીયલ મીડીયા ઉપર વોચ રાખવા અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવેલ છે જેના દ્રારા ૨૪ કલાક રાઉન્ડ ધી ક્લોક મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે.
-ઃજિલ્લાઓમાં યોજાનાર લોકમેળાઓની માહિતીઃ-
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓ દ્વારકા જીલ્લામાં – ૧, જામનગર જીલ્લામાં – ૫, મોરબી જીલ્લામાં – ૧૦, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં – ૨૩ તથા સુરેન્દ્રનગર જીલ્લામાં – ૫ મળી એમ કુલ - ૪૪ નાના – મોટા લોકમેળાઓ યોજાનાર છે.
તમામ લોકમેળાઓના બંદોબસ્ત ઇન્ચાર્જ તરીકે થાણા અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે.
તમામ લોકમેળાઓ ખાતે બાળકો, મહિલાઓ તથા સીનીયર સીટીઝનો માટે SHE Team તૈનાત રાખવામાં આવનાર છે.
પીકપોકેટરો, ચેઇન સ્નેકર તથા આવારા તત્વો ઉપર લગામ કસવા સારૂં એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સ્થાનિક ડી સ્ટાફના કર્મચારીઓથી ખાનગી કપડાઓમાં પણ પોલીસ લોકમેળાઓ ખાતે ફરજ બજાવનાર છે.
તમામ લોકમેળાઓ ખાતે લોકો રજુઆત/ફરીયાદ કરી શકે તે માટે તંબુની વ્યવસ્થા ગોઠવી તેઓની રજુઆત / ફરીયાદોનો તાત્કાલિક નિકાલ કરવા ટીમો રાખવામાં આવેલ છે.
-ઃદ્વારકાધીશ મંદીર ખાતે બંદોબસ્તની માહિતીઃ-
દ્વારકા પોલીસ સ્ટેશન દ્રારા કુલ ૬ જોનમાં પોલીસ બંદોબસ્તની વહેચણી કરવામાં આવેલ છે જેમાં DYSP (4), PI-PSI (51), ASI-HC-PC (516) તેમજ GRD, SDR, TRB, HB મળી કુલ (1153) નો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે.
દ્વારકાધીશ મંદિર ખાતે DYSP (2), PI-PSI (19), ASI-HC-PC (161) તેમજ GRD, SDR, TRB, HB મળી કુલ (356) નો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે.
બેટ દ્રારકા મંદિર ખાતે DYSP (1), PI-PSI (8), ASI-HC-PC (66) તેમજ GRD, SDR, TRB, HB મળી કુલ (161) નો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે.
આમ ઉપરોકત તમામ વિગતનોનો સમાવેશ કરી દેવભૂમિ દ્રારકા જિલ્લા ખાતે DYSP (7), PI-PSI (79), ASI-HC-PC (738) તેમજ GRD, SDR, TRB, HB મળી કુલ (1725) નો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે.
-ઃતરણેતર મેળા તથા ચોટીલા મંદીર બંદોબસ્તની માહિતીઃ-
તરણેતર ત્રિનેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળા બંદોબસ્તમાં DIG (1), DYSP (10), PI-PSI (112), ASI-HC-PC (1190) તેમજ SRPF (3 કંપની) નો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે.
ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ખાતે DYSP (1), PI-PSI (8), ASI-HC-PC (98) તેમજ GRD, SDR, TRB, HB મળી કુલ (227) નો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે.
જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે રાજ્યમાં તહેવારોના માહોલને ડહોળવા અસામાજિક તત્વો દ્રારા સોસીયલ મીડીયા ઉપર મુકવામાં આવતી વાંધાજનક પોસ્ટ પરથી કે ખોટી અફવાથી દોરાઇ નહીં અને આવા ખોટા મેસેજ પર ભરોસો ન કરી તેનાથી દુર રહે અને હાલે ચોમાસાની સીઝન હોય વરસાદી વાતાવરના લીધે રથયાત્રા તેમજ લોકમેળા દરમ્યાન કોઇ ઇલેકટ્રીક સોટસર્કીટનો બનાવ ન બને તે અંગેની કાળજી તેમજ ખાસ તકેદારી રાખવા તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
તેમજ જો કોઇ વ્યકતિને કંઇપણ વાંધાજનક / શંકાસ્પદ વસ્તુ કે હકીકત જણાય આવેતો તુર્તજ રાજકોટ રેન્જ / રેન્જના જિલ્લાઓના કંન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે. (૧) રાજકોટ રેન્જ ૦૨૮૧-૨૪૭૫૫૧૬ (ર) દ્રારકા ૦૨૮૩૩-૨૩૨૦૦૨ (૩) જામનગર ૦૨૮૮-૨૫૫૦૨૦૦ (૪) મોરબી ૦૨૮૨૨-૨૪૩૪૭૮ (૫) રાજકોટ ગ્રામ્ય ૦૨૮૧-૨૪૫૫૩૦૩ (૬) સુરેન્દ્રનગર ૦૨૭૫૨-૨૮૨૪૫૨