Wednesday - Apr 22, 2026

માળીયા નજીક બાઈક સ્લીપ થઈ જવાથી પ્રૌઢનું મોત

માળીયા નજીક બાઈક સ્લીપ થઈ જવાથી પ્રૌઢનું મોત

મોરબી : માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામના રહેવાસી સતારભાઈ કાસમભાઈ પાયક ઉ.વ.50 અને સુભાનભાઈ નૂરમહમદભાઈ પાયક ઉ.51 ગત તા.10ના રોજ બાઈક લઈને જતા હતા ત્યારે માળીયા - કચ્છ હાઇવે ઉપર શહેનશાહવલીના પાટિયા પાસે રોડ ઉપર રહેલા ખાડાના કારણે બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ થતા સતારભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સુભાનભાઈને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.